Saturday, May 21, 2022

Think too much

 


દરેક વાત માં વિચારવું પડે એટલે જીવનમાં કોઈને કંઈ કહેવાનું નહિ.

પોતે ડરી ડરી શબ્દો વાપરવાના

એવું થોડું હોય

જીવનને આટલી બધી ગંભીર રીતે થોડું જીવાય?

ખોટું લાગે તો લાગે

ક્યા સુધી વિચારી વિચારીને જીવવવાનું?

સહજ ભાવ શું ના કેળવી શકાય?

બીજાનું વિચારી વિચારીને પોતાની વ્યક્તિગત નિખાલસતા ને શા માટે ખોવી?

સારું છે કે બીજાનો વિચાર કરવો પણ એનો અર્થ એ નથી કે સ્વયમ ને દુઃખ આપવું.

બીજા સારા છે કે નહિ તે મહત્વનું નથી પણ 

પોતે શ્રેષ્ઠ છીએ તે ભૂલવું ના જોઈએ.

પોતાની કરેલી ભૂલ પણ શ્રેષ્ઠ જ હોય.

સ્વયમ દુઃખી થઈને બીજાને ખુશ કરી શકાય ?

પોતે પીડા ભોગવીને બીજાને આનંદમાં કેવીરીતે રખાય જ્યારે તે વ્યકિત પણ તમારી એટલી ક કદર પ્રેમ કરતો હોય.

આપણે જેને પ્રેમ કરીએ છીએ તેની સાથે કે સામે કેવી રીતે દુઃખ છૂપાવી શકાય જ્યારે પ્રેમ મેળવનાર પણ એજ હદ સુધી પ્રેમમા હોય.?

પીડા ને પણ દુઃખ થતું હશે જકે આ શું?

બીજાને ખુશ રાખવા માટે પોતે ક્યાં સુધી પીડા લઈશું યાર?

આવા જીવન કરતા તો "ફોડી લઈશું યાર " જેવું જીવન રાખવું સારું. આમને આમ જીવન મજાથી જીવવું સારુ.

બહુ જીવ ને ઉકાળવા થી દુઃખ સિવાય કંઈ મળવાનું નથી .

શરીર બગડે.

આપણા શરીરની અંદર ગયેલી દહી કે છાશ ની અસર થતી હોય તો પછી શરીરની અંદર ઘૂસેલો દુઃખનો દરિયો પણ જો  આશુના સ્વાદ જેવો ખરો અને ખાટો j હશે જે પીડા જ આપે.

તેથી ઉત્તમ ઉપાય એક જ હોઈ પોતાને ગમે તે રીતે જીવવાનું.

પોતાને કઈક ગમડવાનું આવે તે બીજા સાથે ગમશે તેના કરતાં 

મને પોતાને શું ફાવે છે 

દા. ત .

મને તો હવા સાથે સમય વિતાવવાની બહુ ગમે.

હું ખુશ રહી શકું તે જ કરવું.

જેમાં મારે કોઈની જરૂર ના પડે.

ભાવતુ ભોજન પણ એકલા ઈચ્છા થાય તો પ્રભુ સાથે છે અને પ્રભુએ આપ્યું છે તેમ કરી ખાઈને માની લેવાનું અને પ્રભુનો મહિમા કરવાનો.

પીડા વેઠીને કોઈકનું thank you મેળવવાની સહેજેય કોશિષ નહિ કરવાની.

પોતે ખુશ થાય ને કઈક કોઈના માટે કરીએ અને thank you 

મળે તો જ સાચું કહેવાય.

પીડા વેઠાનાર રિબાઈ શકે.

અને તેને માટે thank you ઍ કયારેય દવાનું કામ ના કરી શકે.

પ્રેમ પણ ખુશ રહીને થાય .

જે પ્રેમથી ખૂશી મળવાની છે તે આપતા સમયે જીવ જલતો હોય તો એવો આભાસિત ખૂશી વાળો પ્રેમ દર્દ બની પાછો આવે છે.

પ્રેમનું સ્ત્રોત તો સુખ અને ખૂશી જે બને તરફ હોય.

દર્દ માંથી ઉત્પન્ન થતો પ્રેમ દર્દ જ આપે એ પણ  બને ને.

પોતાને પ્રાધાન્ય આપવા માટે રોજે રોજ સર્વે કરવો પાડે.

પહેલા તો વિચારવું પડે કે મને શું ગમે?

અને મને જે ગમે છે તે સારું છે?

સારું શું હોય તેનો પણ ખ્યાલ ખુશ થઈ ને જ વિચારવું

Kiran